Free Bollywood - Indian Mp3


Category - Gujarati SMS

gujarati sms in gujarati font,Gujarati SMS, New jokes in gujarai language, Whatsapp Jokes In Gujarati, funny gujju jokes and more gujarati fun at whatsappgreetings.com

Gujarati SMS

પ્રભુ નો સ્ટોર Interesting Gujarati SMS

.✍✔😳👨🏻😳
🚩🚩🚩
🔔🔔🔔
પ્રભુ નો સ્ટોર…!!!

રોડના કિનારે એક દુકાન પર લખ્યું’તું : “પ્રભુ નો સ્ટોર”
કુતુહલપૂર્વક ત્યાં જઈને, મેં ખખડાવ્યું’તું ડોર,

દરવાજે એક ફરિશ્તો ટોપલી લઈને આવ્યો !
સ્ટોરનો આખો રસ્તો, એણે સરસ સમજાવ્યો,

હાથમાં ટોપલી પકડાવી એ બોલ્યો : “સાંભળ ભાઈ,
જે જોઈએ તે ભેગું કરીને, લઇ આવ તું અહીં”

કદાચ પડે જો ટોપલી નાની, તો બીજો ફેરો કરજે,
નિરાંત જીવે ખરીદજે, ને ઘરને તારા ભરજે,

પ્રથમ સ્ટોલમાંથી ૨-૪ પેકેટ, ધીરજ મેં લીધી,
પ્રેમ અને ડહાપણની સાથે, સમજણ પણ ખરીદી,

૨ બેગો ભરી શ્રદ્ધા લીધી, માનવતા કેમ વિસરું ?
થયું કે થોડી હિમત પણ લઇને, પછી જ બહાર નીકળું,

સંગીત, શાંતિ અને આનંદ, ડીસ્કાઊંટ રેટે મળતા,
પુરુષાર્થની ખરીદી પર, મફત મળતી’તી સફળતા,

ભક્તિ મળતી’તી સ્કીમ પર, પ્રાર્થના પેકેટ સાથે,
લેવાય એટલી લીધી મેં તો, વહેંચવા છુટ્ટે હાથે,

દયા-કરુણા લઇ લીધી, મળતી’તી પડતર ભાવે,
થયું કે બંને જો હશે, તો ક્યારેક કોઈને કામ આવે,

ટોપલી મારી ભરાઈ ગઈ’તી , જગ્યા રહી’તી થોડી,
રહેમ પ્રભુની મળતી’તી, એ કેમ દઉં છોડી ?

કાઉંટર પર પહોંચીને પૂછ્યું, “કેટલા પૈસા થયા ?”
ત્યારે ફરિશ્તાની આંખોમાં, પ્રેમના અશ્રુ આવી ગયા,

બોલ્યો : “વહેંચજે સૌને આ, કરતો ના સહેજે “ઢીલ”,
ભગવાને ખુદ હમણાં જ, ચૂકવી દીધું તારું “બિલ”…!!!
||👨🏻||
😳👨🏻😳
🚩🚩🚩
🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔


Share On Whatsapp
Gujarati SMS wife jokes

Funny gujarati wife joke

ગુજરાતી શબ્દના અંતમાં
રૂ આવે એ બધા શબ્દો
ખતરનાક હોય છે .
દારૂ વાંદરુ અંધારું ભોયરુ કાવતરું નોતરું ગોબરુ જબરું કાબરચિતરુ અને
સૌથી વધુ ખતરનાક……
બૈરું😝😝😜


Share On Whatsapp
Funny Jokes Gujarati SMS

Funny gujarati prank

એક વર્ષ પછી
તો એને મે જોઈ…..!!
એકદમ પહેલાં જેવી હતી,,
તેવી જ હમણાં પણ હતી.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
એટલે જ મનમાં નક્કી કર્યુઁ
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
વરસાદી વાતાવરણ ….🌂🌂🌂🌂🌂 . ભલે હોય પણ….
.
.
.
હવે નવી છત્રી નથી લેવી. જૂની ચાલશે. .. 😝😆😝😆😝😆😝😆😝😆


Share On Whatsapp
Funny Jokes Gujarati SMS

funny Gujarati job offer

છોટૂભા એ છાપા માં જાહેરાત આપી “ માણસ જોઈએ છે. સાઇકલ ચાલાવતા
અવડવું જોઈશે. બે વાર જમવા નું મળશે.”

જીગલા ને થયું બે વાર જમવા નું મળશે એટલે નોકરી લેવા જેવી.

જીગલો ગયો છોટુભા ને ઘેર ને કહ્યું નોકરી માટે આવ્યો છુ.
કયાઁ છે સાઇકલ ?

છોટૂભા : આ રહી

જીગલો:- કામ શું કરવા નું છે ?

છોટૂભા:- કામ કઈ ખાસ નથી. સવારે ને સાંજે તારે ગોળીબાર હનુમાન
જવાનું. ત્યાં જમી લેવાનું અને મારે માટે ટિફિન લેતા આવવાનું.
બેજ ધક્કા છે😝😝


Share On Whatsapp
Gujarati SMS Motivational sms

gujarati touching msg

જે સમયે તમારૂ મૃત્યુ થઇ જાય છે

એજ ક્ષણે તમે એક “બોડી” બની જાઓ છો

અરે…
“બોડી” લાવો,
“બોડી” ઉઠાવો,
“બોડી” સુવડાવો

અરે મારું નામ ક્યાં ગયું…?

આવા શબ્દો થી તમને ઓળખવા માં આવશે

એ લોકો પણ તમને તમારા નામ થી નૈ બોલાવે જેમને પ્રભાવિત કરવા માટે તમે પોતાની જિંદગી ખર્ચી નાખી

એટલા માટે “નિર્મિતિ” ને નહિ
પણ
“નિર્માતા” ને પ્રભાવિત કરવા માટે જીવન જીવો

જીવન માં આવનારી દરેક મુશ્કેલી નો સ્વીકાર કરો

તમારી પસંદગી ની ચીજો પર ખર્ચા કરો

તમારી ઈચ્છા ઓ નું ગળું ક્યારેય ના દબાવો

એટલું હસો કે પેટ દુખી જાય

જેટલું પણ ખરાબ નાચો
તો પણ નાચો

ખુસી ને મહેસુસ કરો

ફોટોસ માટે પાગલો જેવા પોઝ આપો

નાના છોકરા બની જાઓ

કોઈ તમને ગમે છે તો એને પ્રેમ કરો

પછી ભલે કે એ તમને પ્રેમ ના જ કરે

તમને મજા આવશે એના પ્રેમ માં

કેમ કે મૃત્યુ જિંદગી નું સૌથી મોટું નુકસાન નથી

નુકસાન તો એ સમય નું છે જે તમે જીવતા હોવ છતાં પણ નથી જીવી સકતા

દરેક ક્ષણ ખુસી માં જીવવા ને જિંદગી કહેવાય છે

કોઈ ની યાદ માં એક બે આંશુ વહાવી ને લુછી નાખવા એ પણ જિંદગી છે
Be happy and keep enjoying your life..😆


Share On Whatsapp
Attitude sms Gujarati SMS

Gujarati Love Hate Sms

પ્રેમ આપવો હોય તો આપો
બાકી ઉપકાર નથી જોઈતો,

દિલથી આપો એટલે બહુ થઇ ગયું
લેખિત કરાર નથી જોઈતો.

જીવન બહુ સરળ જોઈએ
મોટો કારભાર નથી જોઈતો

કોઈ અમને સમજે એટલે બસ
કોઈ ખોટો પ્રચાર નથી જોઈતો.

માણસમાં માનીએ છીએ
કોઈ ભગવાન નથી જોઈતો,

એકાદ પ્રેમાળ માણસ પણ ચાલે
આખો પરિવાર નથી જોઈતો.

નાનું અમથું ઘર ચાલે
બહુ મોટો વિસ્તાર નથી જોઈતો,

ચોખ્ખા દિલનો કોઈ ગરીબ ચાલે
લુચ્ચો માલદાર નથી જોઈતો.

મ્હો પર બોલતો મિત્ર ચાલે
પાછળથી ચુગલી કરનાર નથી જોઈતો,

ચાર પાચ આત્મીય દોસ્ત ચાલે
આખો દરબાર નથી જોઈતો.

રોગ ભરેલું શરીર ચાલે
મનનો કોઈ વિકાર નથી જોઈતો

જે કહેવું હોય એ સ્પષ્ટ કહો
એકેય શબ્દ અધ્યાહાર નથી જોઈતો

કવિતા ફોર્વડ ન કરો તો કઈ નહિ
પણ ગમ્યા નો ઢોંગ નથી જોઈતો…
– 20e.in


Share On Whatsapp
Gujarati SMS Motivational sms

Must Read All Parants Gujarati Motivational

Must Read
👇👇👇

SSC માં ભણતા એક વિદ્યાર્થીનું રિઝલ્ટ આવ્યુ. માતા-પિતાએ તેને કહ્યુ, “ચાલ બેટા, આજે આપણે શહેરની સારામાં સારી હોટેલમાં જમવા જવાનુ છે.” છોકરાને સુખદ આશ્ચર્ય થયુ, કારણ કે માતા-પિતા સામાન્ય પરિસ્થિતિના હતા અને આવી ક્યારેય તેને ઓફર આવી ન હતી. માતા-પિતા અને છોકરો, એમ ત્રણેય તૈયાર થઇ હોટેલમાં જમવા ગયા. છોકરાને ભાવતી વાનગી ઓર્ડર કરી ત્રણેય જમ્યા… જમવાનુ પત્યા પછી પિતાએ હળવેક થી દિકરાને માથે હાથ ફેરવી કહ્યુ, “બેટા, તને ખબર છે, તું SSC માં નાપાસ થયો છે? દિકરાના પગ નિચેથી જમીન ખસી ગઇ પણ પિતાએ તેને સંભાળતા ક્હ્યુ, “કઇ વાંધો નહિ, આ કોઇ તારી જિંદગીની કસોટી ન હતી. એટલુ યાદ રાખજે. ભણવાનુ પાસ કરવાથી તુ કદાચ સફળ થઇશ, પણ જિંદગીમા આવનારા ઉતાર ચઢાવને હિમ્મત અને ધીરજથી પાસ કરવાથી તુ સુખી અને મહાન બનીશ… આ વિદ્યાર્થી એટલે આજનો મોટા ગજાનો કલાકાર અનુપમ ખેર. આ પ્રસંગે તેની જિંદગી બદલી નાખી નેએ નિષ્ફળતા ને પણ ઉજવતા શિખ્યા. ઓછા ટાકા આવવાથી સંતાનને ખાવા કરડવા દોડતા વાલીઓ જરા ચેતજો. સંતાનને કાયમ માટે ગુમાવવાનો વારો ન આવે…

👌👌👌


Share On Whatsapp
Gujarati SMS

Gujarati Love Sms

સમયના બંધન નથી હોતા
ખરી ગયેલા પાન ફરી લીલા નથી થતા
કહે છે લોકો બીજો પ્રેમ કરી લો.
કોણ સમજાવે એમને કે સાચા પ્રેમના અલ્પવિરામ નથી હોતા


Share On Whatsapp
Gujarati SMS

Banglore vs Gujarat

દારુ પીવડાવા વાળા અને દારૂબંધી વાળા વચ્ચે મેચ ચાલુ હતી તો એમા પીવડાવા વાલા જીતી ગયા😛

Banglore vs Gujarat


Share On Whatsapp